AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરી નો મોકો

AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે આ ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે મહત્વ ની તારીખો, પદો ના નામ, જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત, પદ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ પોસ્ટ માં જાણવા મળશે.

AMC Junior Clerk Recruitment 2024 

સંસ્થા નું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નું નામક્લાર્ક
અરજી નું માધ્યમઓનલાઈન
અરજી માટે અંતિમ તારીખ15 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાલી જગ્યા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની કુલ 612 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ફોર્મ મંગાવવામાં આવ્યા છે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલા પોતાના ફોર્મ જમા કરાવી દેવું.

શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મહાનગરપાલિકા ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર એ કોમર્સ/સાયન્સ કે આર્ટસ કોઈ પણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પૂર્ણ કરેલું હોવું આવશ્યક છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત સંપૂર્ણ માહિતી ઉમેદવાર નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે લગતા જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર એ નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • ઓળખ નો પુરાવો જેમ કે આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ઉમેદવાર નો પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ

AMC ની આ ભરતીમાં ઉમેદવાર નું સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર અંતિમ સિલેક્શન થયા બાદ તમને પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ આ પગાર રકમ વધીને 19,900 થી લઇ 63,200 સુધી થઈ જશે. વધુમાં તમને જણાવી દઈએ કે આ પદ પર તમને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર રહેશે.

અરજી કઈ રીતે કરવી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવાર એ ઓનલાઈન AMC ની વેબસાઈટના માધ્યમથી પોતાની અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટે ની વેબસાઈટ www.ahmedabadcity.gov.in છે.

ભરતી ને લગતી જરૂરી તારીખો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 15 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ તારીખ 15 માર્ચ 2024 ના રોજ થી ઓનલાઇન ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2024 છે.

મહત્વની લિંક્સ

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો


Leave a Comment